
અંક્લેશ્વર શહેર “બી”ડીવી.પો.સ્ટે.માં દાખલ થયેલ અ.મોત.નો ભેદ ઉકેલી ખુનમાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી ક૨તી અંકલેશ્વર શહેર” બી” ડીવીઝન પોલીસ
અંકલેશ્વર શહેર “બી”ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં ગઈ તા.૧૦/૦૧/૨૦૨૫ ના આશરે ૧૩/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે એક અજાણ્યો પુરૂષ ઈસમ ઉ.વ. આશરે-૨૫ થી ૩૫ જેનુ નામઠામ જણાયેલ નથી જેની લાશ મળેલ હોય જે આધારે અંકલેશ્વર શહેર “બી”ડીવી.પો.સ્ટે.મા અકસ્માત મોત નં.૦૩/૨૦૨૫ બી.એન.એસ.એસ.કલમ ૧૯૪ મુજબ દાખલ કરેલ જે બાદ મરણ જનાર ઇસમની લાશનુ પોસ્ટમોર્ટમ કરાવતા પી.એમ દ્વારા મરણ જનાર ઇસમનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા થવાથી થયેલ હોવાનું જણાય આવેલ જે બાદ અંકલેશ્વર બી.ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૯૦૬૧૨૫૦૦૬૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૦૩(૧), ૨૩૮ (બી) મુજબનો ગુનો દાખલ ક૨વામા આવેલ હતો.
આ ખુનનો ગુનો શોધી કાઢવા પોલીસ મહાનીરીક્ષકથી સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શરીર સંબધી ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલ શોધાયેલ ગુનાનો શોધી કાઢવા આપેલ સુચનાઓ આધારે
અંક્લેશ્વર શહેર “બી”ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર વી.કે.ભુતીયા નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી તથા હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ હાથ ધરેલ હતી જે દરમ્યાન બાતમી મળેલ કે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાત્રી દરમ્યાન રાજપીપળા ચોકડી આજુબાજુ સંતાયેલ છે જે મળેલ બાતમી આધારે સદર બાતમીવાળી જગ્યાએથી સદર આરોપીને પકડી આરોપીને અંકલેશ્વર બી.ડીવી. પો.સ્ટે ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા પોતે મરણ જનાર ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી પુરાવાનો નાશ કરવા બિલ્ડીંગ ઉપરથી નીચે ફેકી દઈ મોત નિપજાવી નાસી ગયેલ હોવાની કબુલાત કરતો હોય જેથી આરોપી રાજુ શીવલાલ સાકેત ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે, મ.નં.૩૧, વોર્ડ નં ૦૮, જમોદી ખુર્દ પો.સ્ટ.પનવાર જી.સીધિ (મધ્યપ્રદેશ) નાઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) રાજુ શીવલાલ સાકેત ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે મ.નં.૩૧,વોર્ડ નં ૦૮ જમોદી ખુર્દ પો.સ્ટ પનવાર જી.સીદ્દિ (મધ્યપ્રદેશ)
ગુનાની વિગત :-
(૧) અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૯૦૬૧૨૫૦૦૬૧/૨૦૨૫ B.N.S. કલમ-૧૦૩(૧), ૨૩૮(બી) મુજબ
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ-
પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતીયા, પો.સ.ઈ. આર.આર.ગોહીલ, પ્રો.પો.સ.ઈ. એ.બી.સોલંકી, અ.હેડ.કોન્સ. પ્રવિણભાઈ ડાહ્યાભાઈ, કિશોરભાઈ નનુભાઈ, દેવરાજભાઈ ચગ્રામભાઈ, મોતીભાઈ રાણાભાઈ, કૌશિકકુમાર જેસિંગભાઈ, ઉદયસિંહ નારસંગભાઈ, અ.પો.કો.પૃથ્વીરાજ દિલુભાઈ, વિજયભાઈ વિનોદભાઈ, વુ.પો.કો. પ્રતીભા જીવરાજભાઈ અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના સ્ટાફ મારફતે ક૨વામાં આવેલ છે.