પાલેજ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા આઠ માહીનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પાલેજ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા આઠ માહીનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા વોન્ટેડ, નાસતા-ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે,
પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળા, એલ.સી.બી. ભરૂચનાઓએ ઉપરોક્ત સુચનાઓ અન્વયે એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને ભરૂચ જિલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરી, આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદશન આપેલ. જે અનુસંધાને આજરોજ ડી.એ.તુવર એલ.સી.બી. ભરૂચની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળેલ કે, “પાલેજ પોલીસ સ્ટેશન પો.સ્ટે.ના અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા આઠ મહીનાથી વોન્ટેડ છે અને તે ઘરે હાજર છે જે મુજબની ચોક્કસ બાતમી આધારે આરોપીના ઘરે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા તેના નામઠામની ખાત્રી કરી, પ્રાથમિક પુછપરછ કરતા પોતેની વિરુધ્ધમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોક્સોના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવતા, પાલેજ પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા, આરોપી વોન્ટેડ હોવાનું જણાય આવતા. સદર આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ની કલમ ૩૫(૧)(જે) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી, આગળની કાર્યવાહી માટે પાલેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ:-
અનિલભાઈ નગીનભાઈ પાટણવાડીયા રહેવાસી, સામરી તા. કરજણ જિ.વડોદરા
વોન્ટેડ ગુનાની વિગત:-
પલેજ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૯૦૩૯૨૪૦૨૬૫/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૬૬, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ મુજબ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.તુવર, તથા ASI જયેશકુમાર મિસ્ત્રી, HC અનિરૂધ્ધસિંહ, PC એઝાઝઅહેમદ, HC ગુલાબભાઇ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.