ઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદિલ્હી એનસીઆરદેશભરૂચમધ્યપ્રદેશયુપી

કેમ છે વિરોધ અને કોનો છે વિરોધ કોણ લાવશે આનું નિરાકરણ

શું છે આ વિષય ઉપર તે વાંચો whatsapp સોશિયલ મીડિયા ગ્રુપના ચેટમાં

લીડરશીપ એટલે બીજું કંઈ નહીં પણ જે કંઈ ખોટું થાય તેની તમામ જવાબદારી પોતે સ્વીકારવી લેવાની તૈયારી અને કંઈ સારું થાય તેનો બધો યશ પોતાના સાથીઓને આપવાની ઉદારતા

પાછલા કેટલા વખતથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ જાણે મરણ પથારીએ પડેલી હોય અને પથારીમાં પડેલા પેશન્ટને જેમ જીવ આપવાની હર એક કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા મેસેજના અનુસંધાનમાં એક ચોક્કસ કોમનો બાદબાકી કરવામાં આવતા હોય અને એ કોમ સાથે અન્યાય થતો હોય તેવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે

ત્યારે પ્રદેશ પ્રતિનિધિ મંડળ આ વિષય ઉપર સંધ્યાન લઈ જિલ્લામાં ચાલી રહેલી આ સંતુષ્ટીના વાતાવરણને ટાઢું પાડવાનું તથા પાર્ટી હિતમાં કામ કરવા માટે મનથી ગવાયેલા કાર્યકર્તાઓને મનાવવામાં સફળ થશે કે પછી આ whatsapp મેસેજ માત્ર ભરૂચ જિલ્લા પૂરતો જ વાયરલ રહેશે આ મેસેજમાં દર્શાવી રહ્યા છે કે પાછલા ઘણા વખતથી ગુજરાતની તમામે બેઠકો ઉપર અને તમામે ડિસટીક લેવલનું ચોક્કસ કોમને બાદબાકી કરીને કરવામાં આવી રહ્યું છે

જેના લીધે એક ચોક્કસ કામના લોકો પાર્ટી થી નારાજ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે આવનાર વખતમાં પાર્ટીને મજબૂત કરવા અને પાર્ટીને જનતા વચ્ચે જઈ મજબૂતાઈથી વિરોધ કરવા તથા જનતાના કામ કરવા માટેનું આવવાનું તથા કાર્ય પદ્ધતિ કેવી રીતે કરવી તેની માટેનું સૂચન પ્રદેશ કમિટી દ્વારા આપવામાં આવે છે ત્યારે ચાલી રહેલી આ ચળવળને શાંત પાડવા અને આ ચળવળને ચલાવનાર લોકોની વાત સાંભળી અને એમને યોગ્ય સાન્તાવન આપી શકે એવી સક્ષમ નેતાગીરી જિલ્લામાં છે ખરી અને જો જિલ્લાના હાથમાં ના હોય તો પ્રદેશ કમિટી દ્વારા આ વિષય ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખરી અને જે વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે

તે વિષયને તપાસ કરી યોગ્ય રસતો કરવામાં આવશે ખરી અસંતૃષ્ઠ કાર્યકરોની સંતોષી માટે શું પ્રદેશ કોંગ્રેસના જવાબદાર અને મોભી ગણાતા આગેવાનો આ વિષયને અંગત રસ લઇ આનું નિરાકરણ લાવશે ખરા એક ચર્ચા નો વિષય ચાલી રહ્યો છે ત્યારે આમ જનતા વચ્ચે સક્ષમ ના હોય એવા પાર્ટીના પદ અધિકારીઓને પાર્ટી દ્વારા યોગ્ય તપાસ કરી એમનો યોગ્ય નિકાલ કરવામાં આવશે ખરો નિકાલ કરવાનું મંતવ્ય મારું નહીં પણ મરણ પથારીએ પડેલી કોંગ્રેસને જીવિત કરવા માટે પાયાના કહેવાતા કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર આ રતન કરવામાં આવી રહ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે જિલ્લા ના જવાબદાર પદ અધિકારીઓ આ વિષયનું સમજણ લઈ પ્રદેશ કમિટીને આ વિષય માટે મધ્યસ્થી લઈ કોઈ યોગ્ય વ્યવસ્થા કરવા માટેની પહેલ કરશે ખરા ?

રાષ્ટ્રીય નેતા એવા રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટી ને મજબૂત કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે અને કરવામાં આવી રહ્યા છે તે પ્રયાસોને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કમિટી આ વિષય ઉપર યોગ્ય કાર્યવાહી કરશે ખરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!