અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય સહજ સોસાયટીમાં રાત્રે પાણી નાખવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે પ્રથમ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
બંને પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં મહિલાઓને પણ માર પડ્યો હતો. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Back to top button
error: Content is protected !!