ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે.

ગઈકાલે રાત્રે પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. ગરમીના સમયમાં વીજળી ન હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દિવસમાં ત્રણથી ચાર વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે.

આ સમસ્યાના નિરાકરણ માટે ભોલાવ ગામના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ અને સ્થાનિક રહીશો વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે વીજ કાપથી ઘરેલું કામકાજ અને વેપાર-ધંધા પર વિપરીત અસર પડી રહી છે. લોકોના વિરોધને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
Back to top button
error: Content is protected !!