ગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચ

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં મુસ્લિમ બિરાદરો રમજાન માસમાં અલ્લાહતાલાની બંદગીમાં વ્યસ્ત બન્યાં

ભરૂચના વર્ષો જૂની અને હિન્દુ મુસ્લિમના આસ્થા નું પ્રતીક એવી એંદ્રુસ બાવાની દરગાહ ખાતે વર્ષો પહેલાં ઇફતારી સમયે બલ્બ ચાલુ કરવામાં આવતો હતો,

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં મુસ્લિમ બિરાદરો રમજાન માસમાં અલ્લાહતાલાની બંદગીમાં વ્યસ્ત બન્યાં છે. અગાઉ રોઝા શરૂ થવાના સમયે અવનવી પધ્ધતિઓ અપનાવવામાં આવતી હતી પણ સમયની સાથે આ પધ્ધતિઓ નાબૂદ થવા લાગી છે.

મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. ખૂદાની બદગીના આ મહિનામાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરો ઉઠી જાય છે અને સહેરી કરી નમાજ અદા કરતાં હોય છે. આજના જમાનામાં વહેલી સવારે સમયસર ઉઠી જવા માટે ઘડિયાળ, એલાર્મ, મોબાઇલ સહિતના વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરતાં હોય છે.

પણ જ્યારે આવા ઉપકરણોની શોધ થઇ ન હતી. ત્યારે મુસ્લિમ બિરાદરો સમયસર ઉઠી જાય તે માટે ખાસ પ્રણાલી અપનાવાતી હતી. દશકો પહેલાં વહેલી સવારે કેટલાંક લોકો ફળિયામાં ફરીને ઉઠવા માટે બૂમ પાડતાં હતાં.

જ્યારે કેટલાંક ફળિયામાં આ મુસ્લીમ પરિવારના ઘરોના દરવાજા ખખડાવીને તેમને ઉઠાડતાં હતાં. જ્યારે કેટલાંક સંપુર્ણ મુસ્લીમ વસ્તી વાળા વિસ્તારમાં લોકો ખૂદાની ઇબાદતનો મહિનો છે તેવા ગીત ગાઇને, થાળીઓ વગાડેને લોકોને જગાવતાં હોવાનું મુસ્લીમ આગેવાનોએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, કેટલાંક વિસ્તારમાં વહેલી સવારે નોબત ( મોટા નગારા ) પણ વગાડવામાં આવતાં હતાં. જ્યારે સાંજે ઇફ્તારીના સમયે પણ નોબત ( મોટા નગારા ) વગાડતાં હતાં. ભરૂચ શહેરમાં સાંજના સમયે મુસ્લીમ બિરાદરો મોટેભાગે એદ્રૂશબાવાની દરગાહ પર નિર્ભર રહેતાં હતાં. દરગાહના ગુંબજ પર ઇફ્તારીનો સમય બલ્બ ચાલુ કરતો હતો.

જેથી લોકો તેને જોઇને ઇફ્તારી કરતાં હતાં. જોકે, ઘડિયાળોની સહુલિયત થતાં તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો આવતાં આ બધી પ્રથા મોટાભાગે પૂરી થઇ ગઇ છે.

ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં હજી કેટલાંક ગામડાઓમાં વહેલી સવારે ફળિયામાં ચોક્કસ લોકો ફરીને લોકોના દરવાજા ખખડાવીને મુસ્લીમ પરિવારો જગાડતાં હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!