સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે આયોજિત બે દિવસીય ઉત્સવના શુભારંભ પ્રસંગે સંગીતની સૂરાવલીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા

સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે આયોજિત બે દિવસીય ઉત્સવના શુભારંભ પ્રસંગે સંગીતની સૂરાવલીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા
ગુજરાત અને બોલિવુડમાં પ્લેકબેક સિંગર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર હિમાની વ્યાસે પોતાનાં કંઠથી ઉત્સવને નવો આયામ આપ્યો
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા આયોજીત બે દિવસીય શુકલતીર્થ ઉત્સવનો શુભારંભ થયો હતો.
આ ઉત્સવની શરૂઆત જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટય થકી કરવામાં આવી હતી.
કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્નારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ સંગીત થીમ ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની અનુભૂતિ કરાવી હતી.
આ પ્રસંગે, પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા વ્યાસના ગૃપ ધ્વારા શિવ તાંડવ નૃત્યનું રજૂ કર્યું અને દેશ અને વિદેશની ધરતી સુઘી પ્રખ્યાત સિદી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગૃપ ધ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીંચલી ધ્વારા પાવરી નૃત્યએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વધુમાં, ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપીંછ સમાન, ટોલીવુડ થી બોલિવુડ સુધી પોતાના સૂરોથી ખ્યાતી પ્રાપ્ત કરનાર પ્લેકબેક સિંગર હિમાલીબેન વ્યાસ અને તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતીતિ કરાવી હતી.
આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ ધ્વારા વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ચેક અપ કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા કલેકટરશ્રી એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારીશ્રી મનીષા મનાણી, ગામનાં સરપંચશ્રી સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.