
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીઓના ગુના અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ઉપરોક્ત સુચનાઓ અન્વયે જીલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી, વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલ.સી.બી.ની ફીલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી, આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે અનુસંધાને પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી.ની ટીમ રાજપારડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “એક ઈસમ નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાળા કલરની હીરો કંપનીની પેશન પ્રો બાઇક લઈને રાજપારડી તરફ થી ઉમલ્લા તરફ જવાનો છે જેણે શરીરે જાંબલી કલરનો શર્ટ અને બ્લુ કલરનું જિન્સ પેન્ટ પહેરલ છે” જેથી મળેલ બાતમી આધારે ટીમ દ્વારા વોચ તપાસમાં રહી, બાતમીવર્ણન વાળો ઇસમ બાઇક સાથે દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બીલ પુરાવા રજુ કરવા જણાવતા તેને રજુ કરેલ નહી જેથી પકડાયેલ બાઇક બાબતે યુકિત પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે, આજથી આશરે એકાદ મહીના પહેલા ઝઘડીયા બાજુ ગયો હતો અને મારી પાસે પૈસા ના હોય મારે પૈસાની જરૂર હોય જેથી મે બાઇક ચોરી કરવાનું વિચારેલ અને ચાલતા ચાલતા ઝઘડીયા ત્રણ રસ્તા નજીક એક દુકાન સામે રસ્તા ઉપર હીરો કંપનીની પેશન પ્રો બાઇક પડેલ હતુ જેનુ લોક તોડી તેની ચોરી કરેલ અને નંબર પ્લેટ કાઢીને હુ વાપરતો હોવાની હકિકત જણાવેલ જેથી ઉપરોક્ત બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ ઝઘડીયા પો.સ્ટે.ની મો.સા. ચોરીનો ગુનો શોધી કાઢવામા સફળતા મળેલ છે. જેથી પકડાયેલ આરોપી વિરુધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી રાજપારડી પો.સ્ટે ખાતે સોંપી, ઝઘડીયા પો.સ્ટે ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ:-
(૧) રણજીતભાઇ ઉર્ફે પિન્કો શનાભાઇ વસાવા ઉ.વ ૨૭ રહે. જુના રાજુવાડીયા ગામ તા.નાંદોદ જી-નર્મદા
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) નંબર પ્લેટ વગરની મો.સા. GJ-16-CG-1880 કિ.રૂ. 30,000/-
શોધી કાઢવામાં આવેલ ગુનો:-
(૧) ઝઘડીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૯૦૨૮૨૪૧૦૨૫/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૩
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ તથા અ.હે.કો. જયરાજભાઇ, અ.હે.કો. મનહરસિંહ, અ.હે.કો. દિપકભાઇ તથા અ.પો.કો. ધૃવિનભાઇ એલ.સી.બી ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામા આવેલ છે.