અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કનું નામ બદલવા માટે નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.

ભારતીય નારાયણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સંભુ નાથ સનાતની અને અંકલેશ્વર પ્રકલ્પના પ્રતિનિધિઓએ નોટીફાઈડ અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ગત 4 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જોગર્સપાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું.

અનાવરણ બાદ વિવિધ સંતો અને મહંતોએ જોગર્સપાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા અપીલ કરી હતી. તેમણે નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું.

જોકે, નોટીફાઈડ વિભાગ દ્વારા હજુ સુધી આ નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ભારતીય નારાયણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સંભુ નાથ સનાતનીએ નોટીફાઈડ વિભાગ અને એ.આઈ.એ.ને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમાં જોગર્સપાર્કનું નામ બદલીને સત્તાવાર રીતે શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
Back to top button
error: Content is protected !!