ગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચ

ઝાડેશ્વર શ્રી રામજાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી.

ઝાડેશ્વર શ્રી રામજાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી…!!!

શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત “કાગભુશુંડી રામાયણ” સિરિયલ અને આગામી ગૌ માતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાધવેન્દ્રદાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે, બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે, માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે,સનાતન ધર્મમાં ગાયને પણ માતા નું સ્વરૂપ માનવામાં આવ્યું છે,ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ભરૂચ શહેર,બોલ સે ભરૂચ પૂછ સે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રંસગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, બોલ સે ભરૂચ પૂછ સે ભરૂચ ગ્રુપના જય પટેલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!