
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માતની ઘટના સામે આવી
ફોરવીલ માં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરૂચ ને સુરત થી જોડતા હાઇવે ઉપર અંકલેશ્વરની આમલા ખાડી નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવતા એકદમ પર ચાલકે એક ફોરવીલ ઞાડી અડફટે લીધી હતી
એક તરફ ટ્રાફિક ની સમસ્યા તો અંકલેશ્વર નેશનલ 48 હાઇવે પર આમલાખાડી સાંકડા બ્રિજ ના લીધે થતા ટ્રાફિક ના કારણે અનેક વાર અકસ્માત ની ધટના બનતી હોય છે.
આજ રોજ સવાર ના અરસા માં અંકલેશ્વર થી સુરત જવાના માર્ગ પર વાલિયા ચોકડી બ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે આવતા ડમપર ચાલકે કાર ના પાછળ ના ભાગે અથડાતા કાર માં સવાર પરિવાર નો આબાદ બચાવ થયો હતો ગાડીમાં સવાર પરિવારને તો કોઈ નુકસાન થયું ન હતું પરંતુ પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો
ધટના ની જાણ થતા અંકલેશ્વર શહેર બી ડિવિજન પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટનાને પગલે એક સમયે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માત ગ્રસ્ત વાહન સાઈડમાં કરી ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો.