ગુજરાત ગાર્ડિઅન કંપની તરફથી સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરને ૫૧ લાખ રૂપિયાના મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન આપવામાં આવ્યું.

સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરને ગુજરાત ગાર્ડિઅન કંપની તરફથી ૫૧ લાખ રૂપિયાના ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનો નું દાન આપવામાં આવ્યું.
આ સાધનોમાં ઓર્થો ડ્રિલ – હાડકાની સર્જરી ચોકસાઈપૂર્વક કરવા, સી આર્મ મશીન – ચાલુ ઓપરેશનમાં શરીરના અંદરના ભાગના X -Ray લેવા, ન્યુરો સર્જરી ના સાધનો – મગજ અને સ્પાઇન ની જટિલ સર્જરી કરવા, યુરેથ્રોસ્કોપ – પેશાબ અને કિડનીના રોગોની સારવાર માટે, ડેન્ટલ ડાયોડ લેઝર – મોઢાની અંદરની નરમ માંસપેશીઓની સારવાર માટે, જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ગુજરાત ગાર્ડિઅન કંપની પ્લાન્ટ મેનેજર ગૌરવ ચંદ્રા, સિનિયર એચ.આર મેનેજર યતીન છાયા, જનરલ મેનેજર એફ એન્ડ એ અમિત ખત્રી, પ્રોક્યુરમેન્ટ મેનેજર જી.પી.સિંઘ, ફેક્ટરી મેડિકલ ઓફિસર ડૉ. ઈ.પી. સુરણ્ય, સિનિયર એક્ઝીક્યુટીવ રવિ જેઠવા અને હોસ્પિટલના ટ્રસ્ટી ફૈઝલ પટેલ, જયેશ પટેલ, કમલેશ ઉદાણી, ચંદ્રેશ જોશી, વસીમ રાજા, આરીફ વઝીફદાર, હરીશ મહેતા, હિતેષભાઈ પટેલ, અજય શાહ તથા યુનિટ હેડ સંજય પટેલ હાજર રહી, વધુમાં વધુ દર્દીઓ આ સાધનો થકી ઉચ્ચતમ સારવાર મેળવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં દરેક સ્પેશિયાલિટી ના નિષ્ણાંત તબીબો ફુલ ટાઇમ હાજર હોય દરેક દર્દીને સમયસર ઉત્તમ સારવાર મળી રહેલ છે.