
ભરૂચ અને જબુંસરના ધારાસભ્યોના હસ્તે ધ વિઝન એબ્રોડની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વિદેશ જવા માંગતા ભારતીયો માટે ભરૂચ ઝાડેશ્વર સ્થિત ઓરિએન આર્કેડ ખાતે ભરૂચના ધારાસભ્ય અને જંબુસરના ધારાસભ્યના હસ્તે ધ વિઝન એબ્રોડની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,
દરેક ભારતવાસીનું વિદેશ જવા માટેનું એક સપનું હોય છે અને એ સપનાની ઉડાન ને સાર્થક કરવા ના આશય સાથે ગત તારીખ 7 ના રોજ ધ વિઝન એબ્રોડ ની ઓફિસ નું ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું,
સામાજિક અગ્રણી સેજલભાઈ દેસાઈના સુપુત્ર વિશ્વેસ દેસાઈના વિઝન હેઠળ ની ધ વિઝન એબ્રોડ ની સ્થાપના કરવામાં આવી છે જેની ઓફિસ ઝાડેશ્વર રોડ ઉપર ઓરિયન આર્કેડ ખાતે પરિવારજનો તેમજ શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.