અંકલેશ્વર ગડખોલ સીએચસી સેન્ટર ની સામે આવેલ જર્જરીત ટાકીમાંથી અડધો કલાક રેસ્ક્યુ કરી યુવાન ને બહાર કાઢવામાં આવ્યો
ગડખોલ

અંકલેશ્વર ગડખોલ સીએચસી સેન્ટર ની સામે આવેલ જર્જરીત ટાકીમાંથી અડધો કલાક રેસ્ક્યુ કરી યુવાન ને બહાર કાઢવામાં આવ્યો
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ઞડખોલ સી એચ સી સેન્ટરના સામેના ભાગે આવેલ એક જર્જરીત પાણીની ટાંકીમાં એક અસ્થિર મગજનો લાગતો યુવાન રાત્રિના અંદાજિત ત્રણ વાગ્યા ની આસપાસ અંધારામાં દાદર દ્વારા ટાંકી ઉપર ચઢી ખાલી ટાંકીમાં ઉતરી ગયો હતો જે અંગે કોઈને પણ કોઈ પણ જાતની જાણ હતી નહી સમય જતા તે યુવાને આજરોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ટાંકીમાંથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું જે બૂમો સાંભળી એક જાગૃત યુવાન દ્વારા તપાસ કરાતા ખાલી ટાંકીમાં આ યુવાન હોવાનું જાણવા મળ્યું હતું જાગૃત યુવાન દ્વારા તાત્કાલિક ધોરણે અંકલેશ્વર નગરપાલિકાની ટીમને જાણ કરાતા અંકલેશ્વર નગરપાલિકાની ટીમ ગડકોલ સીએસસી સેન્ટર સામે આવેલ પાણીની ટાંકી ખાતે પહોંચી હતી.
જ્યાં ઉપર ચડી જોતા એક યુવાન ટાંકીમાં હોવાનું જણાયું હતું નગરપાલિકાની ટીમે પણ વધારે મદદની જરૂરને લઈ અંકલેશ્વર નોટિફાઇડ ફાયર વિભાગ ની રેસકયુ ટીમને મદદ માટે બોલાવી યુવાનને ટાંકીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું આશરે 30 થી 45 મિનિટની જહેમત બાદ રેસ ટુ ટીમ દ્વારા યુવાનને સહી સલામત રીતે બહાર કાઢી નીચે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ચેક કરતા પીઠના ભાગે ઇજા હોય તાત્કાલિક સારવાર અર્થે ગડખોલ સીએચસી સેન્ટર ખાતે દાખલ કર્યો હતો આ યુવાન અસ્થિર મગજના કારણે કે પછી નશાની હાલતમાં ઉપર ટાંકીમાં કઈ રીતે પહોંચી ગયો તે હાલ પૂરતું તો રહસ્ય જ રહ્યું હતું.