ગુજરાતટોચના સમાચારદેશભરૂચરાજસ્થાન

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપી ને રાજસ્થાન ખાતે થી ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

ઉચ્ચ કક્ષાએ થી મળેલ સૂચના અનુસાર પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીઓ તથા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર એ.કે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લા મા બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ને પકડવા માટે કામગીરી કરતા હતા,દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે માહીતી મળી હતી કે દહેજ મરીન પોલીસ સ્ટેશન ના ગુના મા સંડોવાયેલ અને નાસતો ફરતો આરોપી

જસવંતભાઈ સુનીલભાઇ જાતે બિશ્નોઇ હાલ રાજસ્થાન ના જોધપુર જીલ્લા ખાતે રહે છે,

જે બાતમી ને આધારે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચ્યા હતા જ્યાંથી સદર આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસ સ્ટેશન ને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી જસવંતભાઈ સુનીલભાઇ જાતે બિશ્નોઇ રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન) નો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

આરોપી દહેજ મરીન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ-એ-૦૧૫૯/૨૦૨૦ ઇ.પી.કો.૪૦૭, ૧૧૪ તેમજ ગુ.ર.નં. પાર્ટ-એ-૦૨૬૪/૨૦૨૦ ઇ.પી.કો.૪૦૭,૧૨૦(બી),૧૧૪ મુજબના ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!