
કદવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકઈ સમને ઝડપી પાડતી રાજપારડી પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવ્રુતિઓ નેસ્ત-નાબુદ કરવા આપેલ સુચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અજય કુમાર મિણા સાહેબ ઝઘડીયા વિભાગ, ઝઘડીયા સાહેબનાઓના જીલ્લામાં પ્રોહી/જુગાર બદી ડામવા અને તેનો કડક અમલ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્રોહિ જુગારના કેશો શોધી કાઢવા રાજપારડી પોલીસ પ્રયત્નશીલ હોય,
જે અનુસંધાને રાજપારડી પો.સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહિલ નાઓના દોરવણી હેઠળ રાજપારડી પોલીસ સ્ટાફનાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે વિશાલભાઇ ચીમનભાઇ વસાવા રહે.કદવાલી તા.ઝઘડીયા જી.ભરૂચનાઓ કદવાલી બસ સ્ટેન્ડ પાસે ચા નાસ્તાની દુકાનના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે.” જે બાતમી આધારે રેઇડ કરી એક ઇસમને રૂ.૪૯,૦૪૮/- નો ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂ તથા મોબાઇલ નંગ ૦૧ કિ.રૂ ૫,૦૦૦/-સહિત કુલ ૫૪,૦૪૮/- ના મુદ્દામાલ સહીત ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ ઇસમો વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ સંલગ્ન કલમ ૬૫ (એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ હેઠળ રાજપારડી પો.સ્ટેમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
> પકડાયેલ આરોપીના નામ:-
(૧) અજયભાઇ રમણભાઇ વસાવા ઉ.વ.૨૩ રહે.નિશાળ ફળિયુ બલેશ્વર તા.ઝઘડીયા જી.ભરૂચ
(૨)વોન્ટેડ :- વિશાલભાઇ ચીમનભાઇ વસાવા રહે.કદવાલી તા.ઝઘડીયા જી.ભરૂચ
– કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાની મોટી બોટલો નંગ ૨૩૨ કિ.રૂ.૪૯,૦૪૮/-
(૨) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂ ૫૪,૦૪૮/- ના મુદ્દામાલ
– કામગીરી કરનાર અધિકારી/કર્મચારી ના નામ:-
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ગોહિલ તથા સાથેના પોલીસ કર્મચારીઓ અ.હે.કો.વિનુભાઇ ભીખાભાઈ બ.નં. ૧૧૬૩, અ.પો.કો.અક્ષયભાઈ સુરેશભાઈ બ.નં.૦૧૪૪૦, અ.પો.કો.કિશનભાઇ વિજયભાઇ બ.ન.૦૧૪૩૬, અ.પો.કો મોહીતસિંહ ભીખાભાઇ બ.નં. ૦૧૫૭૩ નાઓના ટીમવર્કથી કામગીરી કરવામા આવેલ છે.