
ભરૂચ SOG પોલીસે નેત્રંગ તાલુકાના અશનાવી ગામમાં મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર ડીઝલનો વેપાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં રૂ. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અશનાવી ગામના પાદરે રહેતા હરેશ વસાવાના ઘર સામેની ઓરડી પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ બેરલમાં સંગ્રહ કરેલો 1520 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી હરેશ મનુ વસાવા પાસે આ ડીઝલના જથ્થા અંગે કોઈ કાયદેસરના પુરાવા ન મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ટ્રક ચાલકો સાથે મેળાપીપણું રાખી ડીઝલનો જથ્થો મેળવતો હતો અને તેને છૂટક ભાવે વેચાણ કરતો હતો. SOG પોલીસની ટીમ નેત્રંગ તાલુકામાં રુટીન પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી શકી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
-: પકડાયેલ આરોપી :-
હરેશભાઈ મનુભાઈ વસાવા ઉ.વ.૨૯ રહે, અશનાવી,તા.નેત્રંગ,જી ભરૂચ