વાલીયા: વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંઘ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાના પગલે જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વાલીયા પોલીસ સ્ટેશને ઝુંબેશ તેજ કરી છે.

ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અજયમીણાના સચોટ માર્ગદર્શન હેઠળ, વાલીયા પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.બી. તોમર અને તેમની ટીમને એક બાતમી મળી હતી. બાતમી મુજબ, અંકલેશ્વરના માંડવા ગામનો અરવિંદભાઈ મહેશભાઈ વસાવા નામનો શખ્સ વિઠ્ઠલગામના પ્રદિપભાઈ કનુભાઈ વસાવા પાસેથી વિદેશી દારૂ મંગાવીને વાલીયા તળાવ ફળિયામાં આવેલી પોતાની સાસરી (સુમિત્રાબેન મહેશભાઈ વસાવાના ઘર) માં જથ્થો સંતાડી રાખ્યો હતો.
બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક વાલીયા તળાવ ફળિયામાં આવેલ સુમિત્રાબેનના ઘરે રેઇડ કરી. પોલીસે અરવિંદભાઈ મહેશભાઈ વસાવા (ઉ.વ. ૩૬)ને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.
ઘરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે રસોડાના ભાગેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૫૭૬ નંગ નાની-મોટી બોટલો અને ટીન બીયર મળી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત ₹૨,૫૮,૯૬૦/- આંકવામાં આવી છે.
આરોપી અરવિંદ વસાવા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર પ્રદીપભાઈ કનુભાઈ વસાવા (રહે. વિઠ્ઠલગામ)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી, તેને પકડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Back to top button
error: Content is protected !!