Bharuchઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચમધ્યપ્રદેશયુપી
ભરૂચમાં ઐતિહાસિક ઓપરેશન: પોલીસ SOGએ જિલ્લામાં સૌપ્રથમ Hybrid ગાંજાના કારોબારનો કર્યો પર્દાફાશ; રૂ. ૨.૭૦ લાખનો માલ જપ્ત!
'નો ડ્રગ્સ ઇન ભરૂચ' ઝુંબેશને મળી મોટી સફળતા: બે પેડલરોની ધરપકડથી નશાના નેટવર્કને ફટકો

ભરૂચ જિલ્લાના યુવાધનને બચાવવાના ઉદ્દેશ સાથે પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન’ અંતર્ગત, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને માદક પદાર્થોના નેટવર્ક પર નિર્ણાયક પ્રહાર કરવામાં મોટી સફળતા મળી છે. SOG દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં ન પકડાયેલો Hybrid ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે આ ઝુંબેશની સૌથી મોટી સિદ્ધિ ગણાય છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપસિંહ (વડોદરા વિભાગ) અને ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજના સઘન માર્ગદર્શન હેઠળ, SOG પી.આઈ. એ.એ. ચૌધરી અને એ.એચ. છૈયાના નેતૃત્વમાં ટીમોએ કામગીરી હાથ ધરી હતી. SOG શાખાના એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ મહોબતસિંહને મળેલી ગુપ્ત બાતમીના આધારે, રાજપીપળા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન, મેટ બ્લેક કલરના એક્ટિવા (નં. GJ-16-DA-7754) પર સવાર મુખ્ય આરોપી આકાશ શ્રીરામ યાદવ (ઉ.વ.૨૬, રહે. અંકલેશ્વર)ને રંગેહાથ ઝડપી લેવાયો હતો. તેની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તે આ ઘાતક નશીલો જથ્થો વિવેક રાજકુમાર ચૌહાણ (ઉ.વ.૨૩, રહે. ભરૂચ) પાસેથી લાવીને પોતાના આર્થિક લાભ માટે વેચતો હતો. SOGએ ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.






