ભરૂચ: ભરૂચ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવાના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ (વડોદરા વિભાગ) અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજની સૂચનાના અનુસંધાને, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ભરૂચે એક મોટી સફળતા હાંસલ કરી છે.
તા. ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ, વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દોલતપુર ગામની સીમમાં ઓરડીમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.
કેસની વિગત
પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ વાલીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
બાતમીના આધારે, નવાનગર ગામના રહેવાસી અને અગાઉ ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલા વાસુદેવ જશુભાઇ વસાવાએ દોલતપુર ગામની સીમમાં જયભાઇ મહેન્દ્રભાઇ પટેલનું ખેતર ગણોત રાખીને તેની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી.
બાતમીના સ્થળેથી, શેરડીના ખેતરમાં આવેલી ઓરડીમાંથી પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો તથા બિયર ટીન નંગ-૧૫૮૪ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, જેની કિંમત રૂ. ૪,૮૧,૨૦૦/- આંકવામાં આવી છે.
પકડાયેલ આરોપી: વાસુદેવ જશુભાઇ વસાવા (ઉ.વ. ૩૬), રહે, વસાવા ફળીયું, નવાનગર, તા- વાલીયા, જી-ભરૂચ.
વોન્ટેડ આરોપી: રાહુલ ઉકારામ માળી, રહે, વાડી, તા-ઉમરપાડા, જી-સુરત (આ ઇંગ્લીશ દારૂ આપી જનાર શખ્સ છે).
આરોપી વાસુદેવ વસાવાને ઝડપી પાડી, વોન્ટેડ આરોપી રાહુલ માળીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. આ મામલે પ્રોહીબીશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની સંલગ્ન કલમો મુજબ વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.કે.ટોરાણી, એ.એસ.આઈ. અશ્વિનભાઇ, અ.હે.કો. મનહરસિંહ, અ.હે.કો. દીપકભાઇ તથા અ.પો.કો. ધૃવીનભાઇની ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.