ગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચ
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ભરૂચ: અંકલેશ્વરમાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુપીન લેબોરેટરીઝ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મહાવીર ટર્નિંગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પી.આઈ. બી.એલ. મહેરિયા અને પી.એસ.આઈ. જે.પી. પારેખની સાથે લુપીન લેબોરેટરીઝના એડમિનિસ્ટ્રેશન હેડ ચેતનસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કર્મચારીઓએ વિવિધ સૂત્રો લખેલા બેનર સાથે રસ્તા પર ઊભા રહીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી.