ગુજરાતટોચના સમાચારભરૂચ
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી તા.૮ના રોજ કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.તનવીર શેખ,અતિથી વિશેષ તરીકે પ્રોફેસર હસમુખભાઇ પટેલ,ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા, પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાર્ય શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકો ની ઉપસ્થીતી માં મહિલા દિવસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડો.તનવીર શેખે પોતાના વકતવ્ય માં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ ની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. પ્રોફેસર હસમુખભાઇ પટેલે હવે મહિલા કોઈ પણ ક્ષેત્ર માં પાછળ નથી મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે.





