અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી તા.૮ના રોજ કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.તનવીર શેખ,અતિથી વિશેષ તરીકે પ્રોફેસર હસમુખભાઇ પટેલ,ટ્રસ્ટ ના પ્રમુખ નાઝુ ફડવાલા, પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરી ના આચાર્ય શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલ ના શિક્ષકો ની ઉપસ્થીતી માં મહિલા દિવસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડો.તનવીર શેખે પોતાના વકતવ્ય માં કહ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિ ની ખબર નથી હોતી. સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. પ્રોફેસર હસમુખભાઇ પટેલે હવે મહિલા કોઈ પણ ક્ષેત્ર માં પાછળ નથી મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે.

સ્કુલ ના પ્રમુખ નાઝુ ફડવાલા જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે.માં બની ને હોય,દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. હું આજના દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
આજના આ મહિલા દિવસ ની ઉજવણી માં શીક્ષકો દ્વારા મહિલા દિવસ ની થીમ પર સાંસ્કૃતીક કાર્યકરોમાં નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સ્કુલ દ્વારા મિહલા દિવસ ના ભાગરુપે શિક્ષકોનું અને એકટીવ વિઘ્યાથીઁઓનું સનમ્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન શિક્ષીકા સાલેહા શેખ દ્વારા અને આભારવીધી શિક્ષીકા નિમિષા પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Back to top button
error: Content is protected !!