ઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચમધ્યપ્રદેશયુપી
રાજકોટના ત્રણ કેસમાં ફરાર રીયાઝ ખાનની અંકલેશ્વરથી ધરપકડ કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાંથી રાજકોટના પ્રોહિબિશનના ત્રણ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાની સૂચના મુજબ એલસીબીની ટીમે નાસતા-ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રીયાઝ ખાન ઉર્ફે મુન્નો મેહબુબખાન પઠાણની ધરપકડ કરી હતી. આરોપી અંકલેશ્વરમાં સફીકભાઈ મલેકના મકાનમાં રહેતો હતો.
પોલીસે આરોપીને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. હવે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.




