ગુજરાતગુજરાતટોચના સમાચારભરૂચસુરત

સુરત જિલ્લા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે કાર્યવાહી કરીને કીમ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો

સુરત જિલ્લા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે કાર્યવાહી કરીને કીમ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડયો હતો. પોલીસે મજૂરોનો વેશ ધારણ કરીને ડમ્પર સાથે સ્થળ પર પહોંચી જુગારિયાઓને ઝડપી પાડયા હતા.

એલસીબી ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળને બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના અણીતા ગામની સીમમાં ખુલ્લી ઝાડીઝાંખરાવાળી જગ્યામાં અખ્તરઅલી હાસમઅલી અરબ (રહે. આમોદ, ભરૂચ) દ્વારા મોટા પાયે જુગાર ચલાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે જુગારધામ પર દરોડો પાડી મુખ્ય સૂત્રધાર સહિત 10 શખ્સોને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી દાવ પરના રૂ. 14,500, અંગઝડતીમાંથી રૂ.5 લાખ અને નાલ પેટે ઉઘરાવેલા રૂ.45,000 મળી કુલ રૂ.5,59,500ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 12 મોબાઈલ ફોન (કિંમત રૂ.75,000), 6 વાહનો (કિંમત રૂ.10.40 લાખ) અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.16,74,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા 10 આરોપીઓ પૈકી ત્રણ શખ્સો અગાઉ પણ જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા છે. સમગ્ર કેસની વધુ તપાસ માટે આરોપીઓને કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

જુગારીઓના નામ

જુગાર રમાડતા પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓના નામ સરનામા

1. મુખ્ય સુત્રધાર:- અખ્તરઅલી હાસમઅલી અરબ ઉ.વ.-35 ધંધો-પશુપાલન રહે-આમોદ નવીનગરી તા-હાંસોટ જી-ભરૂચ

2. સોયબ ઈસ્માઈલ તાઈ ઉ.વ.-49 ધંધો-દલાલી રહે-ઘલા ગામ તાઈવાડ તા-કામરેજ જી-સુરત

3. સંજયભાઈ નારણભાઈ બાગલે ઉ.વ-51 ધંધો-જમીન દલાલી રહે-એ/29, અમીરાજ સોસાયટી, એરૂ રોડ, નવસારી મો-

4. અલ્તાફ સલીમ શેખ ઉ.વ.-33 ધંધો-મજુરી રહે-સિયાલજ પીલુઠા ફળીયું તા-માંગરોલ જી-સુરત

5. અસફાક હાસમ અરબઉ.વ.-39 ધંધો-રીક્ષા ડ્રાઈવીંગ રહે-આમોદ નવીનગરી તા-હાંસોટ જી-ભરૂચ

6. તહેઝુબ ખાન હનીફ ખાન પઠાણ ઉ.વ.-25 ધંધો-વેપાર રહે-૪૦૨, હેપ્પી એપાર્ટમેન્ટ, વિજય સ્ટોરની ગલી તરસાડી કોસંબા તા-માંગરોલ જી-સુરત

7. મોહસીન મોહીબ શેખ ઉ.વ.-40 ધંધો-મજુરી રહે-આમોદ નવીનગરી તા-હાંસોટ જી-ભરૂચ મુળ રહે-ભાલોદ નવી વસાહત તા-ઝઘડીયા જી-ભરૂચ

8. અયુબ મોહમદ કુરદ ઉ.વ.-52 ધંધો-મજુરી રહે-કીમ આસીયાનાનગર તા-ઓલપાડ જી-સુરત

9. ઈલીયાસ મહમંદ પટેલ ઉ.વ.-૫૨ ધંધો-નોકરી રહે-132/એ/16, કોસાડ આવાસ અમરોલી સુરત શહેર

10. અલી મોહમ્મદ ઈસ્માઈલ શેખ ઉ.વ.-48 ધંધો-જમીન દલાલી રહે-103/બી,યુનીક એપાર્ટમેન્ટ દરગાહ રોડ, નવસારી

11. વોન્ટેડ:- હોન્ડા એક્ટીવા રજી.નં-GJ-05-PK-6644 નો ચાલક જેના નામ ઠામ સરનામાની ખબર નથી

12. વોન્ટેડ:- હીરો હોન્ડા સ્પેલન્ડર પ્લસ રજી.નં-GJ-16-Q-6547 નો ચાલક જેના નામ ઠામ સરનામાની ખબર નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!