અંક્લેશ્વર ઔધ્યોગિક વસાહત માં વરસાદી પાણી સાથે એફલુયન્ટ વહી જતા ફરી એક વખત અમરાવતી ખાડી પ્રદૂષિત થઈ છે.માછલાઓ ના મૃત્યુ ની ઘટનાઓ નુ પુનરાવર્તન થતા પ્રયાવરણ પ્રેમીઓ માં આક્રોશ ફેલાયો

અંક્લેશ્વર ઔધ્યોગિક વસાહત માં વરસાદી પાણી સાથે એફલુયન્ટ વહી જતા ફરી એક વખત અમરાવતી ખાડી પ્રદૂષિત થઈ છે.માછલાઓ ના મૃત્યુ ની ઘટનાઓ નુ પુનરાવર્તન થતા પ્રયાવરણ પ્રેમીઓ માં આક્રોશ ફેલાયો
જીપીસીબી ને ફરિયાદ થતા ઘટના સ્થળે તપાસ યોજાઈ.
તપાસ-તપાસ, નોટિસ – નોટિસ થી પર્યાવરણ પ્રેમીઓ નિરાશ થયા છે.સખ્ત કાર્યવાહી ની માંગ કરાઈ છે.

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં ગઈકાલે પડેલ વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલર યુક્ત અને દુર્ગંધ વાળું પાણી, વરસાદી પાણી સાથે c પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરો માં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગર ને કરવામાં આવી છે વડોદરા થી પર્યાવરણ સુરક્ષા સમિતિ ના રોહિત પ્રજાપતિ પણ આ બાબતની નોંધ લઈ સ્થળ પર આવ્યા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ફરિયાદ ના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિસર વિજયભાઈ રાખોડિયા સાહેબ પર્યાવરણ સુરક્ષા સમિતિ ના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઉદ્યોગિક વસાહતના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમત સિંહ સેલડિયા સાહેબ તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા જ્યાં સ્પષ્ટ દેખાય છે કે પ્રદૂષિત પાણી લાલ કલર અને સખ્ત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું હતું. જીપીસીબી દ્વારા અમરાવતી ખાડી પાણી ન અને મૃત્યુ પામેલ માછલીઓ ન સેમ્પલ નું લેવામાં આવી છે.હાલ તપાસ કાર્યવાહી થઈ રહી છે. આ અગાઉ પણ આ ખાડી માં અનેક વખત માછલીઓ ના મરણ ની ઘટનાઓ બની હતી. તપાસ થઈ હતી અને નોટિસો પણ અપાઈ હતી. દંડ પણ વસુલ કરવામાં આવેલ હતો.જેથી પર્યાવરણ પ્રેમીઓ અને કુદરત પણ આ તપાસ, નોટિસ અને મિટીંગો થી થાક્યા છે. કોર્ટો માંથી હુકમો મેળવ્યા પછી પણ નહી થઈ રહેલ અમલવારી થી નિરાશ થયા છે અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.




