ગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચ
અંકલેશ્વર : પરિવાર હોટલ પાછળ લાગેલી આગનો ધૂમાડો હજી યથાવત

અંકલેશ્વર-પાનોલી હાઇવે પર પ્રદૂષણનો ખતરો..
અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલી પરિવાર હોટલના પાછળના ભાગમાં લાગેલી આગનું જોખમ હજી પણ યથાવત છે. આગના કારણે સતત ઉઠતા ધુમાડાના ગાઢ વલયો હાઇવે પરથી પસાર થતા લોકો આજુબાજુ ના વિસ્તાર ના લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે, જેનાથી શ્વાસલેનાની તકલીફ સહિત આરોગ્યને નુકસાન પહોંચવાની શક્યતા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ કેમિકલ માફિયા દ્વારા ગેરકાયદેસર રાસાયણિક ડમ્પિંગને કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આવા ઝેરી કેમિકલ કચરાના નિકાલથી ન માત્ર પર્યાવરણ દૂષિત થાય છે પણ આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો થાય છે. સ્થાનિક નાગરિકોએ આ ઘટનાને લઇ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક સ્થળ તપાસ અને કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.