ઝઘડિયા : ઝઘડિયા જીઆઇડીસીમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા માટે સરકારે ડીવાયએસપી કચેરીની ફાળવણી કરી છે. નવી ડીવાયએસપી કચેરીનું મંગળવારે એસપી મયુર ચાવડાની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઝઘડિયાના એએસપી તરીકે હાલ અજયકુમાર મીનાની નિયુકતિ કરવામાં આવી છે. ઝઘડિયાની ડીવાયએસપી કચેરીમાં ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, વાલીયા,નેંત્રગ અને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કચેરીના લોકાર્પણ પ્રસંગે પહોંચેલા એસપી મયુર ચાવડાએ ઇન્ડસસ્ટ્રીયઅલ એસોસીએશનના સભ્યો સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાને લગતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં એસોસીએશન રાજેશ નાહતા, સીએચઆર કમિટીના નરેન્દ્ર ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. જીઆઇડીસી પીએસઆઇ પ્રદિપસિંહ રાઠોડે જરૂરી માહિતી પુરી પાડી હતી.
Back to top button
error: Content is protected !!