અંકલેશ્વર પબ્લીક સ્કુલએ એસએસસી માં ૧૦૦% રીઝલ્ટ મેળવ્યું.

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંગ્રેજી માધ્યમની અંકલેશ્વર પબ્લીક સ્કુલએ જાહેર થયેલા ગુજરાત રાજ્ય બોર્ડના ધોરણ 10ના પરિણામમાં 100% પરિણામ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
સતત ત્રીજા વર્ષે 100% પરિણામ આપીને શાળાએ તેની સફળતામાં એક નવું સોપાન ઉમેર્યું છે.100% પરિણામ આવતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે.

સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓને રાહત દરે ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સતત પ્રયત્નશીલ એવી શાળા ધીમા પણ સફળતાપૂર્વકનાં પગલા ભરી રહી છે.
શાળાની વિદ્યાર્થીની તાજભાઈ અક્ષા એ A 1 ગ્રેડ સાથે 97.88 પર્સેન્ટાઇલ મેળવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ છે., છોવાલા ઇફફતનાઝ A 1ગ્રેડ સાથે 97. 64 પર્સેન્ટાઇલ મેળવી દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયેલ છે. કાગજી ઝીનત ફાતિમા A1 ગ્રેડ સાથે 96.89 પર્સેન્ટાઇલ મેળવી તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલ છે.
શાળામાં ફરી એકવાર 100% પરિણામ આવતા શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ તથા આચાર્ય કવિતા કાલુગડેએ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.




