ઉત્તર પ્રદેશગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચ
અંકલેશ્વર : છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપવા ભારતીય નારાયણી સેનાએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કનું નામ બદલવા માટે નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.

ભારતીય નારાયણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સંભુ નાથ સનાતની અને અંકલેશ્વર પ્રકલ્પના પ્રતિનિધિઓએ નોટીફાઈડ અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કર્યું હતું.

ગત 4 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જોગર્સપાર્ક ખાતે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું.

અનાવરણ બાદ વિવિધ સંતો અને મહંતોએ જોગર્સપાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા અપીલ કરી હતી. તેમણે નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું.





