ભરૂચ: ગુજરાતમાં પ્રોહીબિશનના કડક કાયદાને જમીની સ્તરે ઉતારવા માટે, ભરૂચ પોલીસે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ સાહેબ (વડોદરા વિભાગ) અને પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબ (ભરૂચ) નાઓએ જિલ્લાના હાઇવે અને સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને ચેકિંગના આદેશો આપ્યા હતા, જે આજે ફળ્યા છે.

પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા (LCB ભરૂચ) ના નેતૃત્વ હેઠળ, LCB ની ટીમે બુટલેગરોની હાલની પ્રવૃત્તિઓ પર ખાસ વોચ રાખી હતી.
🎯 ટ્રકને આંતરીને કર્યો પર્દાફાશ
LCB ટીમને ચોક્કસ બાતમી મળી કે, MH-14-LX-6769 નંબરનો આઇસર ટ્રક, પ્લાસ્ટિકના કેરેટોના કવરિંગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને નેશનલ હાઇવે નં. ૪૮ પરથી વડોદરા તરફ જઈ રહ્યો છે.
માહિતી મળતા જ, LCB પો.સ.ઈ. ડી.એ.તુવરની ટીમે નબીપુર નેશનલ હાઈવે પર આવેલ રીલીફ હોટલ પાસેથી વ્યૂહાત્મક વોચ ગોઠવી અને ટ્રકને સફળતાપૂર્વક આંતરી લીધી.
💰 રાજ્યમાં ઘૂસતો લાખોનો દારૂ ઝડપાયો
પોલીસની ટીમે ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૨,૩૧૨ બોટલ નો મસમોટો જથ્થો પકડી પાડ્યો. દારૂ, ટ્રક અને મોબાઇલ ફોન મળીને કુલ ₹૪૪,૧૨,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રના આરોપી સુનીલ મુરલીધર નવરેની ધરપકડ કરી, જેને કારણે દારૂના આ નેટવર્કના અન્ય સૂત્રધારોના નામ પણ ખુલ્યા છે.
⚔️ વોન્ટેડ સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન
પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે, સુરતના સંજયભાઇ જોરાભાઇ દેસાઇ અને નાસિકના અનીકેત પાટીલ સહીત ત્રણ મુખ્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ પોલીસે આ મેગા ઓપરેશન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતની શાંતિ અને કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. LCB ની આ સફળતાએ બુટલેગરોના ગેરકાયદેસર ધંધા પર જોરદાર ફટકો માર્યો છે.
Back to top button
error: Content is protected !!