AnkleshwarBharuchE-PaperEntertainmentUncategorizedઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચમધ્યપ્રદેશયુપી

અંકલેશ્વર પોલીસનું ‘ઓપરેશન ક્લીન’: પબ્લિસિટીના નામે જાહેર રોડ પર ‘તાંડવ’ કરનારા તત્વોની શાન ઠેકાણે લાવી, ૫ શખ્સો જેલના સળિયા પાછળ

સોશિયલ મીડિયા પર ડોન બનવા નીકળેલા નબીરાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું; સ્કોર્પિયોમાં આવી આતંક મચાવતી ગેંગને ખાખીનો પાવર બતાવ્યો

અંકલેશ્વર: સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવવાના ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા અસામાજિક તત્વો સામે અંકલેશ્વર પોલીસે લાલ આંખ કરી છે. ‘પટેલ ઓટો કન્સલ્ટ’ નામની દુકાનનો વીડિયો વાયરલ કરી જનતામાં ભય પેદા કરનારા પાંચ શખ્સોને પોલીસે દબોચી લઈને લોકઅપની હવા ખાતા કરી દીધા છે.  

જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટાઇલમાં આતંક

વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ શખ્સો કાળા કલરની સ્કોર્પિયો કાર પૂરઝડપે લાવી જાહેર માર્ગ પર અડચણરૂપ રીતે ઊભી રાખે છે. ગાડીમાંથી હાથમાં લાકડાના સપાટા (દંડા) લઈ ઉતરેલા શખ્સોએ ગેરેજ બહાર મુકેલી બાઈકની જાહેરમાં તોડફોડ કરી હતી. આ કૃત્ય પાછળનો હેતુ પબ્લિસિટી મેળવવાનો હતો, પરંતુ તેનાથી સામાન્ય પ્રજામાં ભારે ફાળ પડી હતી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.  

ખાખીના ખૌફ આગળ નબીરાઓ નરમ પડ્યા

આ ઉદ્ધત વર્તનની જાણ થતા જ વડોદરા વિભાગના આઈ.જી.પી. સંદીપ સિંઘ અને ભરૂચ એસ.પી. અક્ષય રાજ દ્વારા કડક હાથે કામ લેવાની સૂચના અપાઈ હતી. જેના પગલે એ-ડિવિઝન પોલીસના પી.આઈ. પી.જી. ચાવડા અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ વીડિયોના આધારે તપાસ કરી આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે આરોપીઓની એવી સરભરા કરી કે પબ્લિસિટીનું ભૂત ઉતરી ગયું હતું.  

પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ:

ઝાકીર સીરાજ ભૈયાત (રહે. રવિદ્રા ગામ, અંકલેશ્વર)  

ઝૈદ જહિદખાન પટેલ (રહે. બિલાલ પાર્ક, ભરૂચ)  

મિન્હાજ બાબુભાઈ પટેલ (રહે. અલફારૂક સોસાયટી, ભરૂચ)  

શેબાજ શબ્બીરભાઈ વોહરા (રહે. ખુબાઈબ પાર્ક, ભરૂચ)  

એહજાઝ ઐયુબ પટેલ (રહે. ફાતેમા પાર્ક, ભરૂચ)  

પોલીસની આ કડક કાર્યવાહીએ શહેરમાં દાખલો બેસાડ્યો છે કે, સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે જો કોઈ પણ શખ્સ જનતાની શાંતિ હણશે, તો પોલીસ તેને કોઈપણ સંજોગોમાં બક્ષશે નહીં.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!