ભરૂચ: જાહેર જનતાની જિંદગીને રમત સમજી, રસ્તા પર ‘સ્ટંટબાજી’ કરી વીડિયો વાયરલ કરનારા તત્વો માટે ભરૂચ પોલીસ કાળ બનીને ત્રાટકી છે. બી.એસ.એન.એલ. રોડ પર ટ્રાફિકની અવરજવર વચ્ચે પોતાની અને અન્યની જિંદગી જોખમમાં મૂકનાર અશરફી મલેક અને ગણેશ મોબાઈલના માલિક સહિતની ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈને તેમની શાન ઠેકાણે લાવી દીધી છે.
💥 “હીરોગીરી” પડી ભારે: લોકઅપમાં પૂરાયા ‘સોશિયલ મીડિયાના શૂરવીરો’
ગણેશ મોબાઈલના પ્રમોશન માટે જાહેર રોડ પર ફિલ્મી સ્ટંટ કરી, લોકોમાં ભય અને જોખમ ઉભું કરનાર આ શખ્સો સામે ભરૂચના એસ.પી. શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે લાલ આંખ કરી હતી. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે: “ભરૂચના રસ્તા તમારા બાપની જાગીર નથી!”
⛓️ આ છે એ ગુનેગારો જેમને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો:
૧. અશરફી ઇદરીશ મલેક: જેણે રસ્તા પર જોખમી ખેલ ખેલ્યો અને મુખ્ય રોલ ભજવ્યો.
૨. વિપુલ શંકરલાલ બેરાવાલા (માલિક, ગણેશ મોબાઈલ): જેણે ધંધાની લાલચમાં કાયદાના લીરેલીરા ઉડાડ્યા.
૩. મોહંમ્મદ ઝેદ સફીક સુજનીવાલા: ગુનાહિત વીડિયોના સહ-આરોપી.
૪. મોહમ્મદ રીહાન મોહંમ્મદ આરીફ શેખ: ગુનામાં સામેલ શખ્સ.
૫. સોહેલ મોહંમ્મદ આરીફ મન્સુરી: જાહેર સુરક્ષા જોખમાવનાર આરોપી.
👊 પોલીસનો આકરો પ્રહાર:
શહેર “એ” ડિવિઝન પી.આઈ. આર.એમ. વસાવા અને પી.એસ.આઈ. ઓ.એસ. પાટીલની ટીમે આ તમામ ‘રીલ્સ સ્ટાર્સ’ને પકડીને માત્ર જેલમાં જ નથી પૂર્યા, પણ ગુનામાં વપરાયેલ ₹૧૦,૦૦૦નો મોબાઈલ પણ જપ્ત કરીને કાયદાનો ડર બેસાડી દીધો છે.
ભરૂચ પોલીસનું અલ્ટિમેટમ: “વીડિયો બનાવવાના શોખમાં જનતાને હેરાન કરશો તો પોલીસનો દંડો અને જેલની હવા ખાવા તૈયાર રહેજો. કાયદો તોડનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે!”