રાજસ્થાનના ‘ઝેર સપ્લાયરો’ માટે ભરૂચ બન્યું મૃત્યુજાળ: ₹1.90 લાખના MD/અફીણ સાથે ત્રણ ગુનેગારો સીધા કાળકોઠરીમાં!

ભરૂચ: (તા. ૦૭/૧૨/૨૦૨૫) – ભરૂચ જિલ્લામાં હવે કાયદો માત્ર કામ નહીં, પણ સામુહિક સફાઈ કરી રહ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ (વડોદરા વિભાગ) અને ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજની ‘ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટૉલરન્સ’ની નીતિ હવે તેનું ભયાવહ સ્વરૂપ ધારણ કરી રહી છે. ભરૂચ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ “NO DRUGS IN BHARUCH CAMPAIGN” ને માત્ર અભિયાન નહીં, પરંતુ ગુનેગારોના સફાયાનું શસ્ત્ર બનાવી દીધું છે.
ગુનાનો અડ્ડો તોડાયો: કોઈ દયા નહીં!
SOG ના પો.ઇન્સ.શ્રી એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ, ASI રવિન્દ્રભાઈ નુરજીભાઈને મળેલી બાતમીના આધારે, ભરૂચના ચાવજગામ સ્થિત ‘અનુજ રેસીડેન્સી’ના ફ્લેટ નંબર A-૩૦૪ પર SOG ની ટીમ આક્રમક રીતે ત્રાટકી.
આ ફ્લેટને ભાડે રાખીને ગુજરાતના ભવિષ્યને બરબાદ કરવાનું કાવતરું રચનાર ત્રણ રાજસ્થાની ગુનેગારોને તેમની નાપાક હરકતો સાથે રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા:
શ્રવણકુમાર મનોહરરામ બકતારામ બિશ્નોઇ
મહિપાલ ક્રિષ્ણારામ ભગ્વાનારામ બિશ્નોઇ
પ્રદિપ રાજુરામ ભાકરરામ બિશ્નોઇ
આ ત્રણેય આરોપીઓએ સંજય બિશ્નોઇ (રહે. જોધપુર, રાજસ્થાન) પાસેથી આ ઝેર મેળવ્યું હતું.
ન્યાયનો કડક પંજો: મુદ્દામાલ અને ગુનેગારો બંને જપ્ત
SOG એ સ્થળ પરથી ₹૧,૯૦,૩૫૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રગ્સના કાળા કારોબારને મોટો આર્થિક ફટકો માર્યો છે.
મેફેડ્રોન ડ્રગ્સ (MD) જથ્થો: ૩૫.૨૭ ગ્રામ
ઓપીએટ (અફીણ) જથ્થો: ૨૭.૨૮ ગ્રામ
આરોપીઓ વિરૂધ્ધ ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં ધી નારકોટ્રીકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટાન્સીસ એકટ ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૨(બી), ૧૮(સી), ૨૯ હેઠળ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરાયો છે.
વોન્ટેડ આરોપી: અંતિમ શ્વાસ લેતા પહેલા પકડાશે!
આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર સંજય બિશ્નોઇ (વોન્ટેડ) હવે પોલીસના નિશાના પર છે. ભરૂચ SOGએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, ડ્રગ્સના વેપારમાં સંકળાયેલા કોઈપણ તત્વને છૂટ આપવામાં આવશે નહીં.
Back to top button
error: Content is protected !!