ગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચ
Bharuch : દિવસમાં 3-4 વખત વીજળી જતી રહેતા સ્થાનિકોએ વીજ કંપની કચેરીએ રજૂઆત કરી

ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે.

ગઈકાલે રાત્રે પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. ગરમીના સમયમાં વીજળી ન હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દિવસમાં ત્રણથી ચાર વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે.





