અંક્લેશ્વર શહેર જીઆઇડીસી ની મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ શરૂ કરાયુ ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશના પાલનના ભાગરૂપે

અંક્લેશ્વર શહેર જીઆઇડીસી ની મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ શરૂ કરાયુ
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશના પાલનના ભાગરૂપે
રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજાઓ તેમજ મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી બન્યુ છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ જણાય રહ્યુ છે.જેથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને
સલામતી તેમજ સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધારા ધોરણનો હેલ્મેટ ફરજિયાત પણે ઉપયોગ કરે તે આવશ્યક છે
ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અરજદારો અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
જેના ભાગરૂપેગૂજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશના પાલનના ભાગરૂપે
અંક્લેશ્વર શહેર જીઆઇડીસી વિસ્તારની મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં આજરોજ ચેકીંગ શરૂ કરાયુ હતુ.
નિયમોનું પાલન કરાવવા તમામ કચેરીઓ ની બહાર પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા જીઆઇડીસી ઓફિસ, મામલતદાર કચેરી, ડીજીવીસીએલ સહિતના સ્થળોએ પોલીસકર્મીઓ તૈનાત કરી
હેલમેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી તેમજ દંડ ભરવવામા આવ્યો હતો જે ને લઈ લોકોમાં ગણ ગણાટ પણ જોવા મળ્યો હતો.




