AnkleshwarBharuchE-PaperEntertainmentUncategorizedઅમદાવાદઉત્તર પ્રદેશગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચયુપી

SOG ભરૂચનું દિલ્હીમાં ઓપરેશન: નકલી માર્કશીટ રેકેટનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો 🚨

ભરૂચ: ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ભરૂચે નકલી માર્કશીટ અને પ્રમાણપત્રોના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને, તેના મુખ્ય સૂત્રધારને દિલ્હી ખાતેથી દબોચી લીધો છે.  

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપસિંહ (વડોદરા વિભાગ) તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, ભરૂચના માર્ગદર્શન હેઠળ, અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવાની સૂચનાના ભાગરૂપે SOG ભરૂચના પો.ઇન્સ.શ્રી એ.વી.પાણમીયાએ આ કાર્યવાહી હાથ ધરી હતી.  

અંકલેશ્વર કૌભાંડના તાર દિલ્હી સુધી પહોંચ્યા

અગાઉ, SOG ટીમે તા. ૧૩/૧૧/૨૦૨૫ના રોજ અંકલેશ્વર ખાતે એક કોમ્પ્યુટર ક્લાસીસ – ‘હેપ્પી ROYAL ACADEMY’માંથી ધોરણ-૧૦, ૧૨ તથા આઇ.ટી.આઇ.ના ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફીકેટ બનાવતા આરોપી જયેશ કિશનલાલ પ્રજાપતિને પકડ્યો હતો. તેની પાસેથી ₹૪૫,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.  

દિલ્હીની ઝૂંપડીમાંથી મુખ્ય આરોપી ઝડપાયો

આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય સુત્રધારની તપાસ માટે SOG ભરૂચની એક ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે હોવાનું જણાયું, જે ગુનો દાખલ થયા બાદ પોતાનો મોબાઈલ નંબર બંધ કરી છુપાઈ ગયો હતો.  

પોલીસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીના વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ એક ઝૂંપડી (જુગ્ગી) માં છુપાયેલો છે. SOG ટીમે તાત્કાલિક તે સ્થળે ઓપરેશન કરીને મુખ્ય આરોપી ચંદનકુમાર પ્રભાકર પાંડેને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો.  

આરોપીની ઝૂંપડીની તપાસ દરમિયાન, પોલીસને અલગ અલગ ડુપ્લીકેટ સર્ટીફિકેટો/પ્રમાણપત્રો નંગ-૪૨, Mahatma Gandhi Institute નો સ્ટેમ્પ નંગ-૧, એક લેપટોપ અને એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹૨૦,૦૦૦/- આંકવામાં આવી છે.  

આરોપીની ધરપકડ કરીને ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવ્યા બાદ તેને ભરૂચ લાવવામાં આવ્યો છે અને આ કૌભાંડના વધુ તાર શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.  

ઝડપાયેલ આરોપી: ચંદનકુમાર પ્રભાકર પાંડે, રહે. બી-૧૦૫૧, બી-બ્લોક, ઉઘમસિંહ પાર્ક, વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરીયા, નોર્થ વેસ્ટ દિલ્હી.  

કાર્યવાહી કરનાર ટીમ: પો.ઈન્સ.શ્રી એ.વી.પાણમીયા, પો.સ.ઈ.શ્રી આર.બી.રાઠોડ, A.S.I. જયેન્દ્રસિંહ મહોબતસિંહ, H.C. દિપકભાઇ મોહનભાઇ, PC તનવીર મહમદ ફારૂક ટીમ વર્ક થી કરવામાં આવ્યું છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!