Bharuchગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચમધ્યપ્રદેશયુપી

ભરૂચ: દોઢ વર્ષથી નાસતા-ફરતા અપહરણના આરોપીને ઈન્દોરથી ઝડપી પાડતી AHTU, ભોગ બનનાર અને બાળકીને પણ સુરક્ષિત શોધી કઢાયા

ભરૂચ: એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU), ભરૂચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ યુનિટે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઈન્દોર (મધ્યપ્રદેશ) ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે ભોગ બનનાર બાળકી તેમજ તેમની નાની બાળકીને પણ આરોપીના કબજામાંથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે.

અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ અને પોક્સો એક્ટ ૧૨ મુજબ ગુ.ર.નં. પાર્ટ A-૧૧૧૯૯૦૬૧૨૪૦૨૮૨/૨૦૨૪ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી ચંદ્રેશભાઈ વિક્રમભાઈ ઠાકોર (ઉં.વ. ૨૨), મૂળ રહે. ગામ-ખેડા, તા. ધનસુરા, જિ. અરવલ્લી, છેલ્લા દોઢ વર્ષથી ભોગ બનનારનું અપહરણ કરીને ભાગી ગયો હતો.

ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબશ્રી અને જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે. પટેલ, ભરૂચ વિભાગના નિર્દેશોનું પાલન કરીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. AHTU શાખા, ભરૂચના પી.આઈ. બી.એલ. મહેરીયા તથા સ્ટાફના માણસોએ ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીને આઝાદ નગર, ઈન્દોર (એમ.પી.) ખાતેથી શોધી કાઢ્યો હતો.

પકડાયેલ આરોપી ચંદ્રેશભાઈ વિક્રમભાઈ ઠાકોર હાલમાં આઝાદ નગર, ઈન્દોર (એમ.પી.) ખાતે રહેતો હતો. આરોપી, ભોગ બનનાર અને તેમની બાળકીને શોધી લાવ્યા બાદ આગળની વધુ તપાસ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીને સોંપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!