ગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ૪૯ લાખથી વધુની કિંમતના દારૂ અને વાહનો જપ્ત કર્યા

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગણેશ અને ઈદ-એ-મિલાદના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે આ મોટી સફળતા મેળવી છે.
પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરનો કુખ્યાત બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવા, દિગસ ગામની સીમમાં દારૂનો મોટો જથ્થો ઉતારી રહ્યો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી એક આરોપી દિનેશ સુર્યપ્રતાપ સિંહને ઝડપી પાડ્યો છે.
જોકે, મુખ્ય સૂત્રધાર દશરથ ઉર્ફે દશુ વસાવા અને તેના ૧૧ સાગરીતો ફરાર છે. દશરથ ઉર્ફે દશુ સામે અગાઉ પણ દારૂના ૩૫ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨૦૬ બોક્સમાં રહેલી ૭,૪૪૦ દારૂની બોટલ, એક આઈસર ટ્રક, ત્રણ ઈક્કો ગાડીઓ અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં રૂ. ૪૯,૫૫,૭૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ છે.




